મારી વાત


વ્યથા કથા નો સાગર છે ખારો, જો તારા હોવા વિશે કહુ તો નથી દેખાતો આરો

છે તારુ સ્મરણ હર ઘડી, પુછે છે લોક બધા કાં જખમ ને પંપાળો

નહી મળે તું વિશે શંકા નથી, આમેય હું ક્યાં છું તારો?

અનંત છે રાહ નથી મંઝીલ, કરું છું હિસાબ નથી મળતો “નેહ” આ વેદનાનો તાળો

પરિન્દ

સબંધ તો અફાટ દરિયો,આ પાર થી પેલે પાર પુષ્કળ છે એનો વ્યાપ

લાગણી તો ઘોળાયેલી શ્વાસે શ્વાસમાં, નહી મળે એનું માપ

નફરત છે ઝેરી નાગણ,પ્રેમ ના મીઠા શબ્દ થી એને કાપ

જીવન તો અનંત નિરંતર, પ્રેમ છે એનો શ્વાસ “નેહ” બધાને એ આપ

પરિન્દ

ભુરી હવામાં આભાસ થઇને મળીશ,

શોધી જો ક્યાંક તારા શ્વાસમા જ મળીશ,

રહી ન જાય તને અફસોસ, જા આપ્યું વચન,

તારા હૃદય માં વિશ્વાસ થઇને મળીશ

પરિન્દ

રંગ રાતો જીવન નો, ઉડે છેઅહીં જીવન રસની છોળ,
મંજરી મ્હોરીતી ની યાદ સાચો છે,સમય હવે તુ કોળ,
સબંધોના રસ્તા બધા છે ભરચક,ને છલોછલ દિલની પોળ
જો કુદરતને,જીવન હોય છે સમરસ એમા ન હોય,એક ને ગોળ ને બીજા ને ખોળ,
લાગણી તો કાચની શીશી,જરાક અથડાઇ ને ટુટી,
શબ્દ છે બ્રહ્મ,બોલતા પહેલા એને તોળ,
જીવન છે ઉત્સવ અસ્તિત્વનો “નેહ” જો આવી રહયો છે આનંદ ગાડા ને ગાડા ભરી ગોળ,

પરિન્દ

તુ તો ન સાંભળે તને કેમ કરવી હ્રદય ની વાત

ક્યારેક જ તો થાય છે અલપ ઝલપ મુલાકાત

કેમ કરી ને કહુ તને કેવો છે હ્રદય માં ઝંઝાવાત

તુ નાજુક ગુલાબ નુ ફુલ ને હું કંટક ની જાત

તું તો ન સાંભળે તને કેમ કરવી હ્રદય ની વાત

પરિન્દ

ભુલકા ના હાસ્ય મા સમાય દૂનિયા આખી

કોઈક દિવસ જુઓ તેમની આંખો મા ઝાંખી

પરિન્દ

આહ શ્વાસ નિશ્વાસ ને હ્રદય રંગી ગુલાબી ફુલો

આમ જુઓ તો કાઈ નહી તારુણ્ય ની નાદાન ભુલો

પરિન્દ

સૌ ભાવકો ને મારા નમસ્કાર.

આજ થી આરંભાતી મારી આ યાત્રા મા આપ

સૌ ચોક્કસ સાથે રહેશો એવુ હ્રદય પુર્વક નુ

ઈજન છે.

મારી ભુલો પ્રત્યે ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.

« અગાઉના પૃષ્ઠ