મારી વાત


મિત્રો નવી રચના મુકતા ખુબજ મોડૂ થયુ છે, અભ્યાસ ની વ્યસ્તતાને કારણે સમય આપી શકાતો નથી, કોશિશ તો એવીજ રહે છે કે રોજ ની એક રચના બ્લોગ પર પ્રસિદ્ધ થાય,

આપ અચુક મુલાકાત લેતા રહેશો એવી અભ્યર્થના


પરિન્દ

તારા વિના વ્હાલના ટોળા ટળવળે,

આંખો માં ઇચ્છાના સાપોલીયા સળવળે,

આયખા માં નથી આંસુ સિવાય કાંઇ,

મારા હ્ર્દય માં, તારી જ છબી ઝળહળે,

તુ ના હોય,તો દિવસો જશે નહી મારા,

તારુ સ્મરણ મારી નાડીઑ માં હશે પળેપળે


પરિન્દ

Advertisements

ક્યાં કર્યો હતો કોઈ વાયદો ક્યાં આપ્યુ હતુ સબંધ ને કોઈ નામ?

તમે તો વાતો કરી અમે થઈ ગયા બદનામ

પરિન્દ

લોકોને થતો હોય છે વારંમવાર પ્રેમ, આમ તો પ્રેમ નું બીજુ નામ છે વ્હેમ

દરેક ચહેરો ગમે અને, લાગણીઓ ઉમટે વંટોળીયાની જેમ

દરેક વખતે થતો હશે કે કેમ? પુછતા જવાબ મળે આમ ને તેમ

લાગણીને ન વેડફો ગમે તેમ, કશુંય નહી રહે એમનું એમ

લોકોને થતો હોય છે વારંમવાર પ્રેમ, આમ તો પ્રેમ નું બીજુ નામ છે વ્હેમ

પરિન્દ

as

વિના વાદળે, વિજળી ગરજતી નથી

હૃદય પાસે કારણો હોય છે, જે બુદ્ધિ સમજતી નથી

આફતો નું કારણ આપણેજ, વિધાતા સરજતી નથી

યાદ આવે ને ડૂમો બાઝે, આંખ અમસ્તી વરસતી નથી

પરિન્દ

મીત્રો,આવતી કાલે મારી સત્રાંત કસોટી શરુ થાય છે, વ્યાવસાયીક વ્યસ્તતાને કારણે વાંચન થયુ નથી એટલે પરીક્ષા મા શું લખુ એવી અવઢવ મન માં શરુ થઈ અને એક કવિતા ઉગી, આપના આસ્વાદ માટે રજુ કરુ છુ. મારી જેવી અવઢવ આપને પણ થઈ હશે

ઉતિર્ણ કેમ કરુ આ કસોટી?

થાક્યો હું મન થી જાત ઘસોટી

આશાની  ન એકેય બારી દીસતી

સવાલોની મગજમારી ચારેબાજુ થી ભીંસતી

વિષયોની યાદ આવતા ચડે શ્વાસ

ભાંગી ને ભુક્કો થઈ જાય આત્મવિશ્વાસ

ક્યાંથી આવી ચડી આ જંજાળ

કેમ કરી તોડું આ માયાજાળ

ઉતિર્ણ કેમ કરુ આ કસોટી?

થાક્યો હું મન થી જાત ઘસોટી

પરિન્દ

ઝરણું

પડતું મુકુ તારા ખોળામાં, ને હે માં તુ ઝીલી લે
પાષાણ ભેદી ને આવું, ને ખળખળ ગીતો ગાઉં

હતી જુદાઈ વરસો વરસની,મળ્યા ત્યારે જીવી લે
પથ્થર પણ બની જાય ભગવાન જલ પ્રપાત થી

શબ્દ ના હથોડા વાગે હજાર ન બને મન થી માનવી
હું છું મુગ્ધતા નુ ગાન તુ ગણગણી લે

પરિન્દ

હવા કે બગેર કહાં આગ પુરી હોતી હૈ

ફુલ કે બગેર કહાં પુજા પુરી હોતી હૈ

સીતારે તો બહુત હૈ આસમાં મે મગર

ચાંદની કહાં આફતાબ કે બગેર પુરી હોતી હૈ

તુ મુજે કુછ કહેના સકી મે કુછ સમજ ન પાયા

અરે યાર મહોબ્બત કહાં ઈઝહાર કે બગેર પુરી હોતી હૈ

પરિન્દ

*આફતાબ = સુરજ

* ઈઝહાર = સ્વિકાર


આગામી પૃષ્ઠ »