અમે બાજી લગાવી જાનની ને પાછા હટી ગયા

મળતા તા માનવ મેળા માં એમા એકલા રહી ગયા,


ખુદને મુક્યા અમે ચરવાને કે પાછા ભવરમાં પડી ગયા

ઊંચેથી મુકીતી સીડી ચડવાને જોયું તો બીજાઓ ચડી ગયા,

નિક્ળ્યાતા પ્રુથ્વીને જાણવાને ફરીને પાછા કેન્દ્ર બિંદુમાં જડી ગયા

પછી વિચાર્યુ અમે કે પુરૂ આયખું અમે “હું” માં જ પતાવી ગયા,


છેડી દીધી લડાઇ અમે જવાની ના જોશમાં કે એમાં પોતાના ગુમાવી ગયા

જીત્યા જ્યારે જગ ત્યારે અમે ખુદ અમારા થી પણ અળગા રહી ગયા

જીવનની છેલ્લી સંધ્યાએ બેઠા સરવાળા માંડવા કે ભણેલ ગણિત ભુલી ગયા…

ચાર્મી


Advertisements