ઓક્ટોબર 2008


અમે બાજી લગાવી જાનની ને પાછા હટી ગયા

મળતા તા માનવ મેળા માં એમા એકલા રહી ગયા,


ખુદને મુક્યા અમે ચરવાને કે પાછા ભવરમાં પડી ગયા

ઊંચેથી મુકીતી સીડી ચડવાને જોયું તો બીજાઓ ચડી ગયા,

નિક્ળ્યાતા પ્રુથ્વીને જાણવાને ફરીને પાછા કેન્દ્ર બિંદુમાં જડી ગયા

પછી વિચાર્યુ અમે કે પુરૂ આયખું અમે “હું” માં જ પતાવી ગયા,


છેડી દીધી લડાઇ અમે જવાની ના જોશમાં કે એમાં પોતાના ગુમાવી ગયા

જીત્યા જ્યારે જગ ત્યારે અમે ખુદ અમારા થી પણ અળગા રહી ગયા

જીવનની છેલ્લી સંધ્યાએ બેઠા સરવાળા માંડવા કે ભણેલ ગણિત ભુલી ગયા…

ચાર્મી


Advertisements

મુલાકાતો થતી રહેશે અહીં,
કાયમ એ ઘડીયો રહેતી નથી,
કયારેક હું રહું કયારેક તું રહે,
મિલનની એ વેળા હવે સજતી નથી…..

ચાર્મી

ભુરી હવામાં આભાસ થઇને મળીશ,

શોધી જો ક્યાંક તારા શ્વાસમા જ મળીશ,

રહી ન જાય તને અફસોસ, જા આપ્યું વચન,

તારા હૃદય માં વિશ્વાસ થઇને મળીશ

પરિન્દ

રંગ રાતો જીવન નો, ઉડે છેઅહીં જીવન રસની છોળ,
મંજરી મ્હોરીતી ની યાદ સાચો છે,સમય હવે તુ કોળ,
સબંધોના રસ્તા બધા છે ભરચક,ને છલોછલ દિલની પોળ
જો કુદરતને,જીવન હોય છે સમરસ એમા ન હોય,એક ને ગોળ ને બીજા ને ખોળ,
લાગણી તો કાચની શીશી,જરાક અથડાઇ ને ટુટી,
શબ્દ છે બ્રહ્મ,બોલતા પહેલા એને તોળ,
જીવન છે ઉત્સવ અસ્તિત્વનો “નેહ” જો આવી રહયો છે આનંદ ગાડા ને ગાડા ભરી ગોળ,

પરિન્દ


આજ દિવાળી આજ દિવાળી
થાશે કાળી રાત અજવાળી

આજથી શરુ થતુ નવુ વર્ષ સર્વ જનો ને મંગલમય બની રહે એવી જગતનિયંતા ને પ્રાર્થના

પરિન્દ

તુ તો ન સાંભળે તને કેમ કરવી હ્રદય ની વાત

ક્યારેક જ તો થાય છે અલપ ઝલપ મુલાકાત

કેમ કરી ને કહુ તને કેવો છે હ્રદય માં ઝંઝાવાત

તુ નાજુક ગુલાબ નુ ફુલ ને હું કંટક ની જાત

તું તો ન સાંભળે તને કેમ કરવી હ્રદય ની વાત

પરિન્દ

મૈત્રી,મીલન,જુદાઈ,
રહી જાય છે ફ્કત સંભારણા,
યાદ આવું હૂં તો પધારજો મુજ આંગણ,
આવકારશે દીલ પ્રેમ,સ્નેહ,લાગણી થકી.

ચાર્મી

આગામી પૃષ્ઠ »