સબંધ તો અફાટ દરિયો,આ પાર થી પેલે પાર પુષ્કળ છે એનો વ્યાપ

લાગણી તો ઘોળાયેલી શ્વાસે શ્વાસમાં, નહી મળે એનું માપ

નફરત છે ઝેરી નાગણ,પ્રેમ ના મીઠા શબ્દ થી એને કાપ

જીવન તો અનંત નિરંતર, પ્રેમ છે એનો શ્વાસ “નેહ” બધાને એ આપ

પરિન્દ

Advertisements

ભુરી હવામાં આભાસ થઇને મળીશ,

શોધી જો ક્યાંક તારા શ્વાસમા જ મળીશ,

રહી ન જાય તને અફસોસ, જા આપ્યું વચન,

તારા હૃદય માં વિશ્વાસ થઇને મળીશ

પરિન્દ

આહ શ્વાસ નિશ્વાસ ને હ્રદય રંગી ગુલાબી ફુલો

આમ જુઓ તો કાઈ નહી તારુણ્ય ની નાદાન ભુલો

પરિન્દ