આપણા આજના કવિ શ્રી મેહુલભાઇ દવે રાજકોટ જીલ્લાના નિવાસી નાયબ કલેક્ટર છે,
અને ઘણા વર્ષો થી વહીવટી સેવા માં કાર્યરત છે, કાર્યની અતી વ્યસ્તતા હોવા છતા
પણ સુંદર સાહીત્ય સર્જન કરે છે,

હું પ્રેમ નો પ્રવાહ છું  હું ‘અલખ નો અંશ’ છું

ઉખેડી શકો તો ફેંકો  હું ‘અંગદ નો વંશ’ છું

રાખમાંથીયે બેઠો થઇશ હું ‘હુમા’ નું મુળ છુ

અંત: મેલું ક્યાં કર્યુ?  હું ‘કબીર નું કુળ’ છું

જોગણ થઈ જીવી શકુ  હું ‘મીરાનું મલીર’ છું

કરમાં કરતાલ લઈ શકું હું ‘નરસૈયાનું હીર’ છું

શ્યામ સમીપે સદા રહું હું ‘સૂરદાસનો સૂર’ છું

સદા અજપાજપ જપ્યા કરું હું ‘નારાયણનું નૂર’ છું

શ્રી મેહુલભાઈ દવે

નિવાસી નાયબ કલેક્ટર, રાજકોટ

Advertisements