વૃષ્ટી અને તોફાનોની ખુદાનેજ ખબર હોય છે, હાલ પુછો દિલનો તો દિવાનાનેજ ખબર હોય છે,
મન ના ભાવો શબ્દો થી નથી થતા ઉજાગર, એતો આંખોને જ ખબર હોય છે,
જીભ બોલે ના, બોલવું હોય ઘણું બધુ પણ, એતો દિલને જ ખબર હોય છે,
શબ્દો તો બધા બ્રહ્મ પણ, વાણી ની ગહનતા તો મૌનને જ  ખબર હોય છે,


પરિન્દ

Advertisements

રંગ રાતો જીવન નો, ઉડે છેઅહીં જીવન રસની છોળ,
મંજરી મ્હોરીતી ની યાદ સાચો છે,સમય હવે તુ કોળ,
સબંધોના રસ્તા બધા છે ભરચક,ને છલોછલ દિલની પોળ
જો કુદરતને,જીવન હોય છે સમરસ એમા ન હોય,એક ને ગોળ ને બીજા ને ખોળ,
લાગણી તો કાચની શીશી,જરાક અથડાઇ ને ટુટી,
શબ્દ છે બ્રહ્મ,બોલતા પહેલા એને તોળ,
જીવન છે ઉત્સવ અસ્તિત્વનો “નેહ” જો આવી રહયો છે આનંદ ગાડા ને ગાડા ભરી ગોળ,

પરિન્દ