ક્યાં કર્યો હતો કોઈ વાયદો ક્યાં આપ્યુ હતુ સબંધ ને કોઈ નામ?

તમે તો વાતો કરી અમે થઈ ગયા બદનામ

પરિન્દ

Advertisements

પથરાયેલા છે પ્રકાશ ને દિવો શોધું છું.
ઓલવાયેલ છે રાખ તોપણ માણસ શોધું છું,

ભવરમાં છે કશ્તી ને છતા કીનારો શોધું છું
ભીતરમાં છે દર્દની સંવેદનાને તો પણ સંબધ શોધું છું,

પક્ડી ને દરિયા ની રેત મુઠ્ઠીમાં સરવાળા શોધું છું
ગુમાવ્યું છે જાજું છતા પણ મેળવેલની કિંમત શોધું છું,

ઊભી છૂં આજ ક્ષિતિજ પર વિરહની વેદના શોધું છું
ઘડી ભર તારાને મારા સંબધની કડી શોધું છું,

આ બધા કરતા જીવું હું તારા જ નામમાં એ ક્ષણ શોધું છું
કે ફરી પાછું સ્વપ્ન નું એ “ચાંદ” તારા માં ઘર શોધું છું

ચાર્મી