મીત્રો,આવતી કાલે મારી સત્રાંત કસોટી શરુ થાય છે, વ્યાવસાયીક વ્યસ્તતાને કારણે વાંચન થયુ નથી એટલે પરીક્ષા મા શું લખુ એવી અવઢવ મન માં શરુ થઈ અને એક કવિતા ઉગી, આપના આસ્વાદ માટે રજુ કરુ છુ. મારી જેવી અવઢવ આપને પણ થઈ હશે

ઉતિર્ણ કેમ કરુ આ કસોટી?

થાક્યો હું મન થી જાત ઘસોટી

આશાની  ન એકેય બારી દીસતી

સવાલોની મગજમારી ચારેબાજુ થી ભીંસતી

વિષયોની યાદ આવતા ચડે શ્વાસ

ભાંગી ને ભુક્કો થઈ જાય આત્મવિશ્વાસ

ક્યાંથી આવી ચડી આ જંજાળ

કેમ કરી તોડું આ માયાજાળ

ઉતિર્ણ કેમ કરુ આ કસોટી?

થાક્યો હું મન થી જાત ઘસોટી

પરિન્દ

Advertisements