વ્યથા કથા નો સાગર છે ખારો, જો તારા હોવા વિશે કહુ તો નથી દેખાતો આરો

છે તારુ સ્મરણ હર ઘડી, પુછે છે લોક બધા કાં જખમ ને પંપાળો

નહી મળે તું વિશે શંકા નથી, આમેય હું ક્યાં છું તારો?

અનંત છે રાહ નથી મંઝીલ, કરું છું હિસાબ નથી મળતો “નેહ” આ વેદનાનો તાળો

પરિન્દ

Advertisements

સબંધ તો અફાટ દરિયો,આ પાર થી પેલે પાર પુષ્કળ છે એનો વ્યાપ

લાગણી તો ઘોળાયેલી શ્વાસે શ્વાસમાં, નહી મળે એનું માપ

નફરત છે ઝેરી નાગણ,પ્રેમ ના મીઠા શબ્દ થી એને કાપ

જીવન તો અનંત નિરંતર, પ્રેમ છે એનો શ્વાસ “નેહ” બધાને એ આપ

પરિન્દ