મહેમાન


પ્રીય મીત્રો,

ક્લ્પેશભાઈ ની રચના મે તેમના બ્લોગ પર જોઈ અને, ગમતા નો ગુલાલ કરવાની ઈચ્છા રોકી ન શક્યો, આપ પણ માણો સુંદર રચના.
પ્રેમ તો પ્રેમ છે.
શાને પૂછો એ કેમ છે.

ન ઘટે, ન ખૂટે.
બસ, સતત વહેતો રહે એમ છે.

ન કરે વાયદો, ન જુએ ફાયદો
વહેવાર સાથે એને ક્યાં બને એમ છે.

કારણ બતાવે એ તો નર્યો વ્હેમ છે.
બહાનાની જરૂર પ્રેમને કેમ છે.

શ્રી કલ્પેશ સોની

તેમના બ્લોગની મુલાકાત લેવા માટે નીચેની લિંક પર ક્લિક કરો

http://vicharo.com/

Advertisements

મિત્રો, મારા એક પ્રિય મિત્ર એ મારા એક કાવ્ય નું પ્રતિ કાવ્ય મોકલ્યું છે, આપના આસ્વાદ માટે રજુ કરું છું

લોકોને થતો હોય છે વારંમવાર પ્રેમ, આમ તો પ્રેમ નું બીજુ નામ છે વ્હેમ

દરેક ચહેરો ગમે અને, લાગણીઓ ઉમટે વંટોળીયાની જેમ

દરેક વખતે થતો હશે કે કેમ? પુછતા જવાબ મળે આમ ને તેમ

લાગણીને ન વેડફો ગમે તેમ, કશુંય નહી રહે એમનું એમ

લોકોને થતો હોય છે વારંમવાર પ્રેમ, આમ તો પ્રેમ નું બીજુ નામ છે વ્હેમ

પરિન્દ

પ્રતિ કાવ્ય


જીવનમાં એક વાર થાય એને કહેવાય પ્રેમ, અને વારંવાર થાય એને તો કહેવું પડે શેઈમ શેઈમ, અને બંધ કરો આ ગેમ….

દરેક ચહેરો ગમે અને લાગણીઓ ઉમટે વંટોળિયાની જેમ એ તો ચાલે કેમ?

દરેક વખતે થતો હશે કે કેમ? એવું પુછતા જવાબ આપો છો આમ ને તેમ, ભાઇ મારા શું છે તમારી નેમ?

લાગણીને ન વેડફો ગમે તેમ, કશુય નહી રહે એમ નું એમ, તો શાને બગાડો છો ટેમ

વારંવાર પ્રેમ જેવુ જગમાં છે નહી કશું, સઘળા છે મનના વ્હેમ, માટે બગાડશો નહીં તમારો કિમતી ટેમ

શિશિર શેઠ

આપણા આજના કવિ શ્રી મેહુલભાઇ દવે રાજકોટ જીલ્લાના નિવાસી નાયબ કલેક્ટર છે,
અને ઘણા વર્ષો થી વહીવટી સેવા માં કાર્યરત છે, કાર્યની અતી વ્યસ્તતા હોવા છતા
પણ સુંદર સાહીત્ય સર્જન કરે છે,

હું પ્રેમ નો પ્રવાહ છું  હું ‘અલખ નો અંશ’ છું

ઉખેડી શકો તો ફેંકો  હું ‘અંગદ નો વંશ’ છું

રાખમાંથીયે બેઠો થઇશ હું ‘હુમા’ નું મુળ છુ

અંત: મેલું ક્યાં કર્યુ?  હું ‘કબીર નું કુળ’ છું

જોગણ થઈ જીવી શકુ  હું ‘મીરાનું મલીર’ છું

કરમાં કરતાલ લઈ શકું હું ‘નરસૈયાનું હીર’ છું

શ્યામ સમીપે સદા રહું હું ‘સૂરદાસનો સૂર’ છું

સદા અજપાજપ જપ્યા કરું હું ‘નારાયણનું નૂર’ છું

શ્રી મેહુલભાઈ દવે

નિવાસી નાયબ કલેક્ટર, રાજકોટ