વૃષ્ટી અને તોફાનોની ખુદાનેજ ખબર હોય છે, હાલ પુછો દિલનો તો દિવાનાનેજ ખબર હોય છે,
મન ના ભાવો શબ્દો થી નથી થતા ઉજાગર, એતો આંખોને જ ખબર હોય છે,
જીભ બોલે ના, બોલવું હોય ઘણું બધુ પણ, એતો દિલને જ ખબર હોય છે,
શબ્દો તો બધા બ્રહ્મ પણ, વાણી ની ગહનતા તો મૌનને જ  ખબર હોય છે,


પરિન્દ

Advertisements